શાહી લગ્નમાં ક્યાં કેટલો ખર્ચ કરાશે?

Wednesday 16th May 2018 08:00 EDT
 
 

યુકે અને યુએસમાં સામાન્યપણે લગ્નમાં દંપતીઓ દ્વારા સરેરાશ ૨૩,૭૦૦ પાઉન્ડ (૩૪,૦૦૦ ડોલર)નો ખર્ચ કરાય છે અને એક દિવસમાં આવો ખર્ચ કરનારા પણ મોટા ભાગે ધનવાન જ હોય છે. લગ્ન અને રિસેપ્શનના સ્થળ પાછળ મૌટો ખર્ચ થાય છે. જોકે, હેરી અને મર્કેલની બાબતમાં લગ્નસ્થળ સેન્ટ જ્યોર્જ્સ ચેપલ અને રિસેપ્શનના સ્થળ સેન્ટ જ્યોર્જ્સ ગ્રેટ હોલ માટે કોઈ ખર્ચ કરવાનો થતો નથી. વળી, ક્વીન પાસે રોલ્સ રોઈસ, ડેઈમલર્સ અને બેન્ટલી કારનો જંગી કાફલો હોવાથી ટ્રાન્સપોર્ટેશન પણ મફત રહેશે. સૌથી વધુ ખર્ચ સિક્યોરિટી પાછળ થશે. મર્કેલ અને પ્રિન્સ હેરી ઉપરાંત, હજારો મહેમાનો અને લગ્નના દર્શકોની સલામતી પાછળ કેન્સિંગ્ટન પેલેસને ૩૦ મિલિયન પાઉન્ડનો જંગી ખર્ચ ઉઠાવવાનો થશે, જેમાં સ્નાઈપર્સ, અંડરકવર પોલીસ, મિલિટરી ટેકનોલોજી અને સિક્યોરિટી ડ્રોન્સનો સમાવેશ થશે.

Bride Book અને INSIDER વેબસાઈટ્સના અંદાજો અનુસાર આ સિવાયના ખર્ચામાં • વેડિંગ ડ્રેસ- ૪૭૯,૦૦૦ પાઉન્ડ, જેમાં શેમ્પેન પાછળ જ ૧૩૬,૦૦૦ પાઉન્ડ ખર્ચાશે • વેડિંગ ડ્રેસ- ૩૦૦,૦૦૦ પાઉન્ડ • શમિયાણા- ૩૫૦,૦૦૦ પાઉન્ડ • મ્યુઝિક- ૩૦૦,૦૦૦ પાઉન્ડ • ઈન્વિટેશન્સ અને વેડિંગ ફેવર્સ- ૨૦૩,૦૦૦ પાઉન્ડ • પ્રોડક્શન અને ડેકોરેશન્સ- ૧૩૦,૦૦૦ પાઉન્ડ • ફ્લાવર્સ- ૧૧૦,૦૦૦ પાઉન્ડ • મનોરંજન- ૫૫,૦૦૦ પાઉન્ડ • વેડિંગ કેક- ૫૦,૦૦૦ પાઉન્ડ • લક્ઝરી ટોઈલેટ્સ- ૩૫,૦૦૦ પાઉન્ડ

• ફોટો અને વિડિયોગ્રાફી- ૧૭,૦૦૦ પાઉન્ડ • વેડિંગ પાર્ટી વોર્ડરોબ- ૧૪,૭૦૦ પાઉન્ડ • બ્યૂટી અને મેક-અપ્સ- ૧૦,૦૦૦ પાઉન્ડ • વેડિંગ પાર્ટી વોર્ડરોબ- ૧૪,૭૦૦ પાઉન્ડ • વેડિંગ રિંગ્સ- ૬,૦૦૦ પાઉન્ડ • હનીમૂન- ૧૨૦,૦૦૦ પાઉન્ડ થવાનો અંદાજ છે, તેનો ખર્ચ મેગન મર્કેલ ઉઠાવે તેવી શક્યતા છે.


comments powered by Disqus