સંસ્થા સમાચાર તા. ૧૯-૫-૨૦૧૮

Tuesday 15th May 2018 15:40 EDT
 

• BAPS સ્વામીનારાયણ સત્સંગ મંડળ, નોર્થ બર્મિંગહામ દ્વારા શનિવાર તા.૧૯.૫.૧૮ સાંજે ૭.૩૦થી રાત્રે ૯ દરમિયાન પૂ. યોગીજી મહારાજની જન્મજયંતી નિમિત્તે સત્સંગ સભાનું બ્રુકલીન હોલ, સેન્ટ મેથ્યુસ ચર્ચ, પેરી બીચીસ, બર્મિંગહામ B44 8RA સંપર્ક. રીતેશભાઈ 07809 570 592
• BAPS સ્વામીનારાયણ મંદિર લંડન, ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન NW10 8LD ખાતે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામીની જન્મશતાબ્દિની ઉજવણીના ભાગ રૂપે રવિવાર તા.૨૦.૫.૧૮ સાંજે ૫.૩૦થી ૭.૩૦ દરમિયાન પ્રમુખ સ્વામીના જીવન અને કવન વિશે ‘એવા સંતને નમું હું શીશ’ સંગીત કાર્યક્રમનું આયોજન કરાયું છે. બાદમાં મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8965 2651
• શ્રી શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું શનિવાર તા.૧૯-૦૫-૧૮ સાંજે ૬.૩૦ વાગે VHP હિંદુ ટેમ્પલ, ૪૩, ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ, IG1 1EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07868 098 775
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૨૦-૦૫-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળ છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૨૦-૫-૧૮ને સાંજે ૬.૩૦થી રાત્રે ૮ દરમિયાન માતાકી ચૌકીનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8553 5471
• શ્રીજીધામ હવેલી ૫૦૪, મેલ્ટન રોડ, લેસ્ટર LE4 7SP ખાતેના કાર્યક્રમો • સોમવાર તા.૨૧.૫.૧૮થી બુધવાર તા.૨૩.૫.૧૮ બપોરે ૩.૩૦થી સાંજે ૬.૩૦ દરમિયાન ત્રિદિવસીય કૃષ્ણ સત્સંગ મહોત્સવ શ્રીમદ ભાગવત દશમ સ્કંધની કથા શ્રી રમણિકભાઈ શાસ્ત્રીના મુખે, કથા બાદ દરરોજ પ્રસાદીની વ્યવસ્થા છે • રવિવાર તા.૨૭.૫.૧૮ સવારે ૧૧થી બપોરે ૧ દરમિયાન ખાસ અધિક માસ મનોરથ અંતર્ગત પૂ. દ્વારકેશલાલજી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં મોતીના બંગલાનો મનોરથ સંપર્ક. 01162 122 827
• જૈન નેટવર્ક લંડન દ્વારા પ્રખ્યાત વીતરાગ વિજ્ઞાની ડોક્ટર શૈલેષઆનંદજી મહેતાના માનવજીવનના રહસ્યો, આત્મદ્રષ્ટિ, વ્યવહાર વિજ્ઞાન, મોક્ષમાર્ગ સહિત વિવિધ પ્રવચનોનું તા.૨૫,૨૬,૨૮,૨૯ અને ૩૦ મેના રોજ રાત્રે ૮થી ૧૦ તેમજ સ્થાનિક સમુદાયના લાભાર્થે આંખની તંદુરસ્તી, સાકલ્યવાદી વિજ્ઞાન પર તા.૨૬,૨૮ અને ૨૯મેએ સવારે ૧૦.૧૫થી ૧૨.૧૫ દરમિયાન અંગ્રેજીમાં પ્રવચનનું જૈન સેન્ટર, ૬૪-૬૮, કોલિન્ડેલ એવન્યુ લંડન NW9 5DR ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8200 0828
• બ્રહ્માકુમારીઝ વર્લ્ડ સ્પીરીચ્યુઅલ યુનિવર્સિટી, યુકે દ્વારા ‘ગ્રેટર લવઃ ડિમિસ્ટિફાઈંગ ડિટેચમેન્ટ’ વિષય પર બ્રહ્માકુમારીઝના યુરોપિયન ડિરેક્ટર સિસ્ટર જયંતીના પ્રવચનનું ગુરુવાર તા.૨૪.૫.૧૮ સાંજે ૭થી ૮.૩૦ દરમિયાન ગ્લોબલ કો-ઓપરેશન હાઉસ, ૬૫-૬૯, પાઉન્ડ લેન લંડન NW10 2HH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8727 3350
• વલ્લભનિધિ યુકે દ્વારા વેમ્બલી મંદિરના ઓપનીંગની આઠમી એનિવર્સરી નિમિત્તે શનિવાર તા.૨૬.૫.૧૮થી રવિવાર તા.૩.૬.૧૮ સુધી બપોરે ૨.૩૦થી સાંજે ૬ દરમિયાન રામકથાનું આયોજન કરાયું છે. રવિવાર તા,૨૭,૫,૧૮ સવારે ૧૦થી બપોરે ૧૨ દરમિયાન વિશેષ ‘સરસ્વતી મા યજ્ઞ’ યોજાશે. સંપર્ક. 020 8903 7737
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN દ્વારા રવિવાર તા.૨૭.૫.૧૮ બપોરે ૧.૩૦ વાગે સત્યનારાયણ ભગવાનની ૫૧ સમુહ કથાનું આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સર હંસાબેન ભરતભાઈ, પરેશભાઈ અને વિનયભાઈ પટેલ છે. • સોમવાર તા.૨૮.૫.૧૮ સવારે ૧૧ વાગે વન ભોજન (કોચ ટ્રીપ)નું આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901
• બોલ્ટન હિંદુ ફોરમના ઉપક્રમે ઘરવિહોણા અને જરૂરતમંદ લોકો માટે હિંદુ મંદિરો અને કોમ્યુનિટી સેન્ટરો ખાતે ભોજન અને કપડાનું ડોનેશન સ્વીકારવાનું ચાલુ છે. વેદ મંદિર ખાતે સવારે ૧૦થી ૧૨ અને સાંજે ૭થી ૮ તેમજ વેદ મંદિર ગુજરાતી સ્કૂલ ખાતે દર શનિવારે બપોરે ૨થી ૪. તમામ ચીજવસ્તુઓ રવિવાર તા.૨૭.૫.૧૮ના રોજ એકત્ર કરવાની હોવાથી તે પહેલા દાનમાં આપશો. આ ત્રિમાસિક ગાળાની સેવા પ્રવૃત્તિમાં મંગળવાર તા.૨૨.૫.૧૮ નેશનલ બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન કરાયું છે. સંપર્ક. 01204 238 018
• EAWA દ્વારા ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે નૃત્ય, રાજસ્થાની લોકનૃત્ય, ગરબા, લેટિન, ઝુમ્બા અને બોલિવુડ ડાન્સના કાર્યક્રમનું શનિવાર તા.૨.૬.૧૮ સાંજે ૬થી રાત્રે ૧૦.૩૦ દરમિયાન દરજી પેવેલિયન, ૨૬ ઓકથોર્પ રોડ લંડન N13 5JL ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07404 224 160
• શ્રી ગિરી બાપૂની શિવકથાનું સોમવાર તા.૪.૬.૧૮થી રવિવાર તા.૧૦.૬.૧૮ સાંજે ૫થી રાત્રે ૮ દરમિયાન RS સેન્ટર, વ્હાર્ફ સ્ટ્રીટ, હોકલી, બર્મિંગહામ B18 5HSખાતે આયોજન કરાયું છે. સંપર્ક. અશ્વિન પટેલ 07949 888 226
• હિંદુ ફોરમ ઓફ બ્રિટન, યુનિટ ૩ વાસ્ક્રોફ્ટ એસ્ટેટ, ૮૬૧ કોરોનેશન રોડ, પાર્ક રોયલ લંડન NW10 7PT ખાતેના રવિવાર તા.૧૦.૬.૧૮ના કાર્યક્રમો
• સવારે ૧૧થી બપોરે ૧ દરમિયાન એક્ટ બીફોર યુ બીકમ અ વિક્ટીમ ઓફ ‘હેટ ક્રાઈમ’ વિષય પર કોમ્યુનિટી સિક્યુરિટી કોન્ફરન્સ • બપોરે ૨થી ૩.૩૦ દરમિયાન હિંદુ ફોરમ ઓફ બ્રિટનની વાર્ષિક સાધારણ સભા. સંપર્ક. 07875 015 865
• કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર, સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતેના નિયમિત કાર્યક્રમો • દર રવિવારે ભજન કિર્તન, હેલ્થ વર્કશોપ, બાલ ગોકુલમ વર્ગો
• દર મંગળવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન લેડીઝ સંગીત
• ગુરુવારે ૫૦થી વધુની વયના લોકો માટે ડે સેન્ટર તેમજ વિવિધ ધાર્મિક સામાજિક કાર્યક્રમો સંપર્ક. 02920 623 760


comments powered by Disqus