હિમેશ રેશમિયાએ ઘડિયા લગ્ન કર્યાં

Wednesday 16th May 2018 07:10 EDT
 
 

સંગીતકાર, ગાયક હિમેશ રેશમિયાએ મુંબઈમાં ૧૧મી મેએ ટીવી એક્ટ્રેસ સોનિયા કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. ૧૨મી મેએ સવારે હિમેશે તેની વેડિંગ સેરેમનીમાંથી પિકચર્સ શેર કર્યાં હતાં. સોનિયાએ પેસ્ટલ પિન્ક ફ્લોરલ પ્રિન્ટેડ લહેંગાની સાથે કુંદન નેકલેસ અને મેચિંગ માથા-પટ્ટી પહેર્યાં હતાં. સાથે જ તેણે કોન્ટ્રાસ્ટ માટે ગ્રીન સ્ટોન નેકલેસ પણ પહેર્યું હતું. ફોટોઝમાં હિમેશ શેરવાનીમાં જોવા મળે છે. તેમના મેરેજમાં માત્ર ફેમિલી મેમ્બર્સ જ હાજર હતા. એક ઇવેન્ટરવ્યૂમાં હિમેશે કહ્યું હતું કે, ‘પવિત્ર મુહૂર્ત’ના કારણે છેલ્લી ઘડીએ મેરેજ કરવાનો નિર્ણય લીધો હતો. અમે બાદમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી અમારા ફ્રેન્ડ્સ માટે પાર્ટી આપવા માગીએ છીએ.


comments powered by Disqus