આઇપીએલ-૧૧ ડાયરી

Wednesday 30th May 2018 07:10 EDT
 
 

સિઝનમાં એક પણ હેટ્રિક નહીં
આઈપીએલના ઇતિહાસમાં કુલ ૧૭ વખત હેટ્રિક નોંધાઈ છે, જે પૈકી અમિત મિશ્રાએ સૌથી વધુ ત્રણ વખત હેટ્રિક ઝડપી છે. જોકે, આ સિઝનમાં એક પણ હેટ્રિક નોંધાઈ નથી. આ પહેલા ૨૦૧૫માં રમાયેલી આઈપીએલમાં પણ હેટ્રિક નોંધાઈ નહોતી. વર્ષ ૨૦૦૮, ૨૦૦૯ અને ૨૦૧૭માં ત્રણ-ત્રણ વખત હેટ્રિક નોંધાઈ હતી. જ્યારે ૨૦૧૦, ૨૦૦૧, ૨૦૧૨ અને ૨૦૧૬માં એક-એક વખત હેટ્રિક નોંધાઈ હતી. ૨૦૧૩ અને ૨૦૧૪માં ૨-૨ વખત હેટ્રિક નોંધાઈ હતી.
કેન વિલિયમ્સનના ૭૩૫ રન
કેન વિલિયમસને આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરતાં આ સિઝનની ૧૭ મેચમાં ૭૦૦થી વધુ રન બનાવવાની સિદ્ધિ મેળવી છે. વિલિયમસને કુલ ૭૩૫ રન બનાવ્યા જેમાં આઠ અર્ધી સદી સામેલ છે. તે આ સિઝનમાં ૭૦૦ કે તેથી વધુ રન બનાવનાર પાંચમો ખેલાડી બન્યો હતો. આ પહેલાં ડેવિડ વોર્નર, ક્રિસ ગેલ, માઇકલ હસી અને વિરાટ કોહલી પણ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
ડ્વેન બ્રેવોના નામે શરમજનક રેકોર્ડ
આઈપીએલ-૧૧માં ચેન્નઈ સુપર કિંગ્સના ઝડપી બોલર ડ્વેન બ્રેવોના નામે સૌથી શરમજનક રેકોર્ડ નોંધાયો છે. બ્રેવોએ આ સિઝનમાં ૧૭ મેચમાં ૫૩૩ રન આપ્યા છે. જે કોઈ પણ બોલર્સે કોઈ પણ સિઝનમાં આપેલા સૌથી વધુ રન છે. આ પહેલા તેણે ૨૦૧૩માં ૪૯૭ અને ૨૦૧૬માં ૪૯૪ રન આપ્યા હતા.
યુસુફની ચોથી ફાઈનલ મેચ
યુસુફ પઠાણ આઇપીએલમાં ચોથી વખત ફાઇનલ મેચ રમ્યો હતો. આ પહેલાં ૨૦૦૮માં રાજસ્થાન રોયલ્સ ટીમ તરHથી રમ્યો હતો. જ્યારે E પછી ૨૦૧૨ અને ૨૦૧૪માં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી ફાઇનલ મેચ રમવા તે મેદાનમાં ઉતર્યો હતો. જોકે આ વખતે ફાઇનલ મેચમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલાં રોહિત શર્માએ ૨૦૦૯માં ડેક્કન ચાર્જર્સ અને તે પછી ૨૦૧૩, ૨૦૧૫ અને ૨૦૧૭માં મુંબઈ તરફથી રમતાં ટીમને ચેમ્પિયન બનાવવાનું શ્રેય મેળવ્યું હતું.

આઈપીએલ ચેમ્પિયન 

વર્ષ     વિજેતા ટીમ
૨૦૦૮   રાજસ્થાન રોયલ્સ
૨૦૦૯   ડેક્કન ચાર્જર્સ
૨૦૧૦   ચેન્નઇ સુપર કિંગ્સ
૨૦૧૧   ચેન્નઈ સુપર કિંગ્સ
૨૦૧૨   કોલકતા નાઇટ રાઇડર્સ
૨૦૧૩   મુંબઈ ઇન્ડિયન્સ
૨૦૧૪   કોલકાતા નાઇટ રાઇડર્સ
૨૦૧૫   મુંબઈ ઇન્ડિયન્સ
૨૦૧૬   સનરાઇઝ હૈદરાબાદ
૨૦૧૭   મુંબઈ ઇન્ડિયન્સ
૨૦૧૮   ચેન્નઈ સુપર કિંગ્સ

• અર્ધી સદીઃ કુલ ૧૦૧ • સદીઃ કુલ ૫ • કુલ ચોગ્ગાઃ ૧,૬૫૨ • કુલ છગ્ગાઃ ૮૭૨ • મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયરઃ ૩૭૯.૫ પોઇન્ટ, સુનિલ નારાયણ (કોલકાતા નાઇટ રાઇડર્સ) • શ્રેષ્ઠ સ્કોરઃ અણનમ ૧૨૮ રન, ઋષભ પંત (દિલ્હી ડેરડેવિલ્સ)


comments powered by Disqus