ઉનાળામાં લૂથી બચાવશે કાચી કેરી

હેલ્થ ટિપ્સ

Saturday 02nd June 2018 07:01 EDT
 
 

કાચી કેરીનું નામ સાંભળતાં જ મોઢામાં પાણી આવવા માંડે છે. ગરમીની ઋતુમાં ખાટી- મીઠી કેરી ટેસ્ટી લાગવાની સાથે સાથે આ આપણા શરીર માટે પણ ખૂબ લાભકારી હોય છે. તો આવો જાણીએ કાચી કેરીના ફાયદા વિશે...
• કાચી કેરીમાં વિટામિન-સીની માત્રા સૌથી વધુ પ્રમાણમાં હોય છે, જે ત્વચાની બધી સમસ્યાઓથી શરીરને દૂર રાખે છે.
• જો તમને એસિડીટી અને છાતીમાં બળતરાની સમસ્યા હોય તો કાચી કેરીનું રોજ સેવન કરો.
• કાચી કેરીને પ્રમાણસર મીઠું લગાવીને ખાવાથી શરીરમાં પાણીની ખોટ રહેતી નથી. સાથે જ તે હાઈ બીપીથી બચાવે છે.
• કાચી કેરીમાં વિટામિન-સી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. એટલા માટે તે લોહીવિકાર મતલબ કે લોહીમાં થનારી કોઈ પણ બીમારી કે અશુદ્ધિને ઠીક કરી શકે છે.
• ગર્ભવતી મહિલાઓને ખાટું અથાણું કે અન્ય ખાટી વસ્તુ ખાવાનું મન થાય અથવા તો વિકનેસ લાગ્યા કરે તો તે કાચી કેરીના સેવનથી મોર્નિંગ વિકનેસ દૂર થાય છે.
• કાચી કેરી ખાવાથી ગરમીમાં થતી અળાઈઓમાં મુક્તિ મળે છે. કાચી કેરી તમને સૂર્યના પ્રભાવથી બચાવે છે. ઈમ્યુનિટી વધારે છે.
• કાચી કેરી શુગરમાં પણ લાભકારી છે. શુગર લેવલને ઓછું કરવા માટે કાચી કેરીને દહીં અને ભાત સાથે ખાઈ શકાય છે.


comments powered by Disqus