જ્હાનવીના ફેન્સઃ બચ્ચાંપાર્ટી

Tuesday 29th May 2018 07:42 EDT
 
 

શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂર ટૂંક સમયમાં બોલિવૂડમાં ફિલ્મ ‘ધડક’ સાથે પ્રવેશવાની છે. આ ફિલ્મમાં તેની સાથે શાહિદ કપૂરના નાના ભાઈ ઈશાન ખટ્ટર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મના પોસ્ટર રિલીઝ થતાં જહાનવીના ફેન્સની સંખ્યા વધી ગઈ છે. હાલમાં જ જહાનવી એના ઘરેથી નીકળી ત્યારે તેના અમુક ચાહકોએ જ્હાનવીને ચીચીયારીઓ પાડતાં ઘેરી લીધી. ફેન્સમાં મોટાભાગના બાળકો હતાં. જોકે જહાનવીનો બોડીગાર્ડ સતત તેની આસપાસ રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો તાજેતરમાં વાયરલ થઈ રહ્યો છે અને વીડિયોમાં જ્હાનવી બાળકોની વચ્ચેથી નીકળી રહી છે.


comments powered by Disqus