સામગ્રીઃ મોળું દહીં ૫૦૦ ગ્રામ • દળેલી સાકર ૧ કપ • કેસર કેરી ૩ નંગ • વ્હીપ ક્રીમ ૧૦૦ ગ્રામ
(કેરેમલ બનાવવા માટે) ખાંડ ૩ ટેબલ સ્પૂન • વેનિલા એસેન્સ ૨ ડ્રોપ્સ • વ્હીપ ક્રીમ ૧ ટેબલ સ્પૂન
રીતઃ (આઈસ્ક્રીમ બનાવવા માટે) દહીંને પાંચથી સાત કલાક ઝીણા કપડામાં બાંધીને મસ્કો તૈયાર કરો. હવે તેમાં કેસર કેરીનો પલ્પ અને દળેલી ખાંડ મીક્સ કરો. એકદમ હલાવીને મીક્સી જારમાં નાંખો મિશ્રણને ફુલ સ્પીડે ૧૦થી ૧૨ મિનિટ ચર્ન કરો. એકદમ સ્મુધ પેસ્ટ તૈયાર થઇ ગયા બાદ તેને એરટાઇટ કન્ટેનરમાં ભરીને પાંચથી છ કલાક ફ્રીજરમાં સેટ થવા દો. આ પછી ફરીથી આઈસ્ક્રીમના ટુકડા કરીને તેમાં વ્હીપ ક્રીમ ઉમેરીને ફરીથી ચર્ન કરો અને બે કલાક સેટ થવા મુકો. હવે આઇસ્ક્રીમને પ્લેટમાં લઇ તેની ઉપર કેસરના તાતણાંથી ગાર્નિશ કરી સર્વ કરો.
(કેરેમલ બનાવવા માટે)ઃ નોન-સ્ટીક પેનમાં ખાંડ નાંખીને ધીમા તાપે સતત હલાવતા રહેવું. ખાંડ ઓગળી જાય પછી તાપ વધારીને ૨ મિનિટ હલાવી તેમાં ક્રીમ ઉમેરીને મિક્સ કરો અને બર્નર બંધ કરી દો. કેરેમલ સોસ તૈયાર છે. તે ઠંડો થયા બાદ ક્રશ કરીને આઈસ્ક્રીમમાં ઉમેરીને સર્વ કરો.

