શિલ્પા શેટ્ટીના પુત્ર વિવાનનો ૨૧મી મેએ જન્મદિવસ હતો. તેના આગલા દિવસે શિલ્પાએ એક વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ફળ અને મીઠાઈ વહેંચી હતી અને તેનો વીડિયો તેણે ટ્વિટર પર શેર કર્યો હતો. શિલ્પાએ વીડિયો શેર કરતાં એક યુઝરે એવી કમેન્ટ કરી હતી કે, શિલ્પાએ સસ્તા ફળ અને મીઠાઈ વહેંચીને સોશિયલ મીડિયા પર દેખાડો કર્યો. તેના જવાબમાં શિલ્પાએ લખ્યું કે, અમે બધાં વૃદ્ધોને માફક આવે તે રીતે જ તેમને ભોજન કરાવ્યું હતું અને આ વીડિયો પોસ્ટ કરવાનો હેતુ આ પ્રકારના સામાજિક કાર્યો માટે લોકોને જાગૃત કરવાનો હતો.

