શૈલેશ વારા MPની સર્જરીમાં નાઈફ સાથે ઘૂસી જવાની ધમકી

Wednesday 30th May 2018 07:02 EDT
 
 

લંડનઃ ૪૩ વર્ષીય ગાયક રોબી વિલિયમ્સને લક્ષ્ય બનાવનાર અને નાઈફ અને ગન બતાવીને ધમકી આપવા માટે જેલની સજામાંથી બચેલા ૪૬ વર્ષીય વેન સ્ટીમસને પીટરબરોમાં આવેલી શૈલેશ વારા MPની સર્જરીમાં નાઈફ સાથે ઘૂસી જવાની ધમકી આપતા રાજકારણીઓની સલામતી વિશે નવેસરથી ચિંતાનું વાતાવરણ ઉભું થયું હતું. તેણે શૈલૈષ વારાના સ્ટાફને ત્રાસજનક મેસેજિસ અને વોઈસમેલ તેમજ ધમકી આપતા ફોનકોલ કર્યા હતા. સ્ટીમસને તેનો ગુનો કબૂલ્યો ન હતો. પરંતુ, ટ્રાયલ પછી તેને ગુનેગાર જાહેર કરાયો હતો અને ૧૨ મહિનાની કોમ્યુનિટી ઓર્ડરની સજા તથા કોસ્ટ તરીકે ૨૦૦ પાઉન્ડ તથા વિક્ટીમ સરચાર્જ તરીકે ૮૫ પાઉન્ડ ચૂકવવા કોર્ટે આદેશ કર્યો હતો.

સ્ટીમસને વારાને આપેલી ધમકી ૨૦૧૦માં સ્ટીફ્ન ટીમ્સ MP ના સ્ટેબિંગની યાદ અપાવે છે.

ગયા વર્ષે ૨૯ સપ્ટેમ્બરે તે શેલૈષ વારાને મળવા માગતો હતો. જોકે, સર્જરી મિટીંગમાં કોઈ અવકાશ ન હોવાનું જણાવાતા તેણે વારા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેને પ્રતીક્ષા કરવાનું કહેવાતા તેણે પીટરબરો સિટી સેન્ટરમાં ગન સાથે ઘૂસી જઈને લોકોની હત્યા કરવાની ધમકી આપી હતી. તેણે વારાની સર્જરીમાં નાઈ સાથે ધસી જવાની પણ ધમકી આપી હતી.

રોબી વિલિયમ્સના ૧૯૯૮ના હીટ મિલેનિયમ વિરુદ્ધ હેટ કેમ્પેનના પગલે સ્ટીમસનને રોબી અથવા તેના સ્ટાફનો સંપર્ક કરવા પર પ્રતિબંધ મૂકાયો હતો. પોલિટિક્સનો ભૂતપૂર્વ સ્ટુડન્ટ વેન અને તેનો ભાઈ સીન માનતા હતા કે વિલિયમ્સે બ્રિટપોપ મ્યુઝિકલનો તેમનો આઈડિયા ચોર્યો હતો અને તેનો ઉપયોગ મિલેનિયમના મ્યુઝિક વીડિયોના ગીતમાં કર્યો હતો. તેમણે વિલિયમ્સ અને તેના સ્ટાફને ધમકી આપતા સંખ્યાબંધ ફોનકોલ કર્યા હતા.


comments powered by Disqus