સંસ્થા સમાચાર તા. ૨-૬-૨૦૧૮

Wednesday 30th May 2018 07:39 EDT
 

• લેસ્ટર ફ્રેન્ડ્ઝ દ્વારા ‘એન્વિઝનિંગ કૃષ્ણ ઈન ભાગવત પુરાણ’ વિષય પર ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝના નીરજા પોદારના પ્રવચનનું શનિવાર તા.૨.૬.૧૮ સાંજે ૬.૩૦થી રાત્રે ૯ દરમિયાન બેલગ્રેવ નેબરહૂડ સેન્ટર, રોથલી સ્ટ્રીટ, લેસ્ટર LE4 6LF ખાતે આયોજન કરાયું છે.
• શ્રી રસિકવલ્લભજી મહારાજ તથા શિશિરકુમારજી મહોદયના મધુર પ્રવચન તથા તેમની અધ્યક્ષતામાં રાજુભાઈ શાસ્ત્રીના કંઠે શ્રીમદ ભાગવત દશમ સ્કંધ કૃષ્ણકથાનું તા.૩.૬.૧૮ સુધી બપોરે ૨ થી સાંજે ૭ દરમિયાન ૫૭, બર્નાડેટ્સ પ્રાઈમરી સ્કૂલ, ક્લીફ્ટન રોડ, કેન્ટન HA3 9AS ખાતે આયોજન કરાયું છે. શુક્રવાર તા.૧.૬.૧૮ છપ્પનભોગ મનોરથ, શનિવાર તા.૨.૬.૧૮ વિષ્ણુ ગોપાલ યજ્ઞ, રવિવાર તા.૨.૬.૧૮ વલ્લભ કનકાભિષેક અને પુરુષોત્તમ યજ્ઞ. સંપર્ક. દીપિકા દેસાઈ 07872 613 064
• શ્રી શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું શનિવાર તા.૦૨-૦૬-૧૮ સાંજે ૬.૩૦ વાગે રેડિંગ હિંદુ ટેમ્પલ, ૧૧૨, વ્હીટલી સ્ટ્રીટ, રેડિંગ, RG2 0EQ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07868 098 775
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૦૩.૦૬.૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર અંજુબેન કિશનકુમાર પટેલ છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• સર્વોદય હિંદુ એસોસિએશન સર્વોદય હોલ, ટોલવર્થ રિક્રિએશનલ સેન્ટર, ફૂલર્સ વે નોર્થ, ટોલવર્થ, સરે KT6 7LQ ખાતેના કાર્યક્રમો • સોમવાર તા.૪.૬.૧૮ સાંજે ૭.૩૦ વાગે ૪૨મી વાર્ષિક સાધારણ સભા
• શનિવાર તા.૯.૬.૧૮ બપોરે ૧.૩૦ હનુમાન ચાલીસાના પાઠ, સાંજે પ્રસાદ અને ગેટ ટુ ગેધર સંપર્ક. 020 8391 7910
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતેના કાર્યક્રમો
• શનિવાર તા.૯.૬.૧૮ સવારે ૧૦.૩૦થી સાંજે ૫ દરમિયાન ગૌ માતા સેવાર્થે અને રોઝમેરી કેન્સર ફાઉન્ડેશનના લાભાર્થે ભજન સંમેલન અને શ્રી રામદેવજી મહારાજનો દર્શન પાટ મહોત્સવ, બપોરે ૧ વાગે મહાપ્રસાદ • સોમવાર તા.૧૧.૬.૧૮થી રવિવાર તા.૧૭.૬.૧૮ સાંજે ૭થી રાત્રે ૯.૩૦ પૂ. ભરત ભગત દ્વારા ભગવાન શ્રી દ્વારિકાધીશ કથા. સંપર્ક. 01772 253 901
• ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા જાણીતા ભજનિક હેમંત ચૌહાણ અને નીતા ચોહાણના કંઠે ‘સંતવાણી ભજન’નું રવિવાર તા.૧૦.૬.૧૮ સાંજે પ વાગે હેરો લેઝર સેન્ટર (મેન્સફિલ્ડ સ્વીટ), ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 5BD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8426 0678
• શ્રી ગિરી બાપૂની શિવકથાનું રવિવાર તા.૧૮.૬.૧૮થી શનિવાર તા.૨૪.૬.૧૮ સાંજે ૫થી રાત્રે ૮ દરમિયાન
ગુજરાતી એસોસિએશન, મંદિર સ્ટ્રીટ,ઓફ અપર ઝોઅર સ્ટ્રીટ, પેનફિલ્ડ્સ વુલ્વરહેમ્પ્ટનWV3 0JZ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. અશ્વિન પટેલ 07949 888 226
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો • સોમવાર તા.૪.૬.૧૮ સાંજે ૬.૧૫થી શુક્રવાર તા.૮.૬.૧૮ સાંજે ૬ સુધી મંજુ સિંહા અને એવલીન બર્નાર્ડીનું પોર્સેલિન આર્ટ એક્ઝિબિશન • ગુરુવાર તા.૭.૬.૧૮ સાંજે ૬ ‘ટેલ્સ ઓફ ધ ટ્રાઈબ’ એનિમેટેડ ફિલ્મ્સ • સોમવાર તા. ૧૧.૬.૧૮થી શુક્રવાર તા.૨૨.૬.૧૮ તુષાર સબાલેનું આર્ટ એક્ઝિબિશન સંપર્ક. 020 7491 3567
• ધ ભવન – ભારતીય સંસ્કૃતિ ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૨.૬.૧૮ રવિશંકર મેમોરિયલ મ્યુઝિક ફેસ્ટિવલમાં પંડિત પાર્થ બોઝ અને પંડિત રાજકુમાર મિશ્રા દ્વારા હિંદુસ્તાની સંગીત
• રવિવાર તા.૩.૬.૧૮ સાંજે ૬ હિંદુસ્તાની સંગીત હેમાંગ મહેતા અને પંડિત રાજકુમાર મિશ્રા
• બુધવાર તા.૬.૬.૧૮ એમ પી બિરલા મેમોરિયલ લેક્ચર વક્તા સુભાનુ સક્સેના
• ગુરુવાર તા.૭.૬.૧૮ સાંજે ૬થી ૮ સ્પેશિયલ વર્કશોપ – આર્ટ હિસ્ટ્રી લેક્ચર સિરીઝ
• શનિવાર તા.૯.૬.૧૮ સવારે ૯.૩૦થી બપોરે ૨.૩૦ HF Arts Fest માટે ઓપન ક્લાસીસ
• રવિવાર તા.૧૦.૬.૧૮ સાંજે ૭ વાગે નૃત્યનાટિકા અગાથી - પ્લાઈટ ઓફ રેફ્યુજીસ સંપર્ક. 020 7381 3086
• કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર, સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતેના નિયમિત કાર્યક્રમો • દર રવિવારે ભજન કિર્તન, હેલ્થ વર્કશોપ, બાલ ગોકુલમ વર્ગો • દર મંગળવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન લેડીઝ સંગીત
• ગુરુવારે ૫૦થી વધુની વયના લોકો માટે ડે સેન્ટર તેમજ વિવિધ ધાર્મિક સામાજિક કાર્યક્રમો સંપર્ક. 02920 623 760
• ભક્તિવેદાંત મેનોર, હરે કૃષ્ણ ટેમ્પલ, ધરમ માર્ગ, હિલફિલ્ડ લેન, વોટફર્ડ, હર્ટ્સ WD25 8EZ ખાતે આરતીનો સમય – સવારે ૪.૩૦, ૭.૦૦, ૮.૧૫, બપોરે ૧૨.૩૦, ૪.૨૦, સાંજે ૭.૦૦ અને રાત્રે ૯.૦૦ (દરરોજ બપોરે ૧થી ૪.૨૦ સુધી દર્શન બંધ રહેશે. જોકે, રવિવાર અને તહેવારના દિવસે બપોરે ૧૨.૩૦થી ૩.૪૫ સુધી દર્શનનો લાભ લઈ શકાશે.) વેબસાઈટઃ WWW.KRISHNATEMPLE.COM સંપર્કઃ 01923 851 000


comments powered by Disqus