ફિલ્મ ‘સંજુ’માં હિરોઈન સોનમ કપૂરનો લુક જાહેર કર્યા પછી આ ફિલ્મના સર્જક રાજકુમાર હિરાણીએ અભિનેતા પરેશ રાવલનો લુક જાહેર કર્યો હતો. ફિલ્મમાં પરેશ રાવલે સુનીલ દત્તની ભૂમિકા નિભાવી છે. પરેશ રાવલ સુનિલ દત્ત તરીકે ખૂબ જ કન્વિન્સિંગ લાગી રહ્યા છે. પોસ્ટરમાં સુનીલ દત્ત બનેલાં પરેશ રાવલ સંજય દત્ત બનેલા રણબીર કપૂરને ભેટીને તેને રડતાં રોકી રહ્યાં છે. હિરાણીએ ટ્વિટર પર પરેશ રાવલનો લુક જાહેર કરતાં લખ્યું હતું કે, ‘સંજુ’ એક પિતા અને પુત્રની વાર્તા છે તો આજે મળીએ સંજુના પિતાને.

