અમદાવાદના આકાશમાં રાણીએ પતંગ ચગાવવાનો આનંદ લૂંટ્યો

Wednesday 17th January 2018 05:48 EST
 
 

ગુજરાત ટૂરિઝમ દ્વારા અમદાવાદમાં આયોજિત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં બોલિવૂડની મર્દાની રાની મુખરજીએ ‘બેટી બચાઓ’ની પતંગ ઉડાડી હતી. તેણે પોતાની દીકરીને આ પ્રસંગે યાદ પણ કરી હતી. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગ ચગાવવા માટે આવેલી રાની આકાશમાં ઊડતી બહુબધી અને અવનવી સ્ટાઇલની પતંગોને જોઈને હરખાઈ ગઈ હતી અને પોતે પણ પતંગ ચગાવવાનો આનંદ લૂંટ્યો હતો. રાનીએ કહ્યું હતું કે ‘હું વિચારું છું કે જો હું મારી દીકરીને સાથે લઈને આવી હોત તો તેને બહુ જ મજા આવી હોત. નેક્સ્ટ ટાઇમ હું તેને લઈને આવીશ. મને અહીં ‘બેટી બચાઓ’ના મેસેજવાળી પતંગ ચગાવવાનો મોકો મળ્યો એ ગમ્યું. અહીં માહોલ કમાલનો છે. અનબિલિવેબલ. મેં આવું ક્યાંય જોયું નથી. ગુજરાત ટૂરિઝમે પણ અમેઝિંગ વર્ક કર્યું છે.’
પોતાની નવી આવી રહેલી ફિલ્મ ‘હિચકી’ વિશે તેણે કહ્યું હતું કે ‘મારી ફિલ્મ સુપરહિટ ગઈ તો આવતા વર્ષે અહીં આવીને ‘હિચકી’ની પતંગ ચગાવીશ, પણ તમે મારી ફિલ્મ જોવા જજો.’


comments powered by Disqus