બોલિવૂડના બ્રેકઅપ પેચઅપ હંમેશાં ટોક ઓફ ધ ટાઉન હોય છે. થોડા સમય પહેલાં જ શ્રદ્ધા કપૂર અને ફરહાન અખ્તરની પ્રેમકથા એક ચર્ચાનો વિષય બની હતી. જોકે હવે સાંભળવા મળ્યું છે કે બંને વચ્ચે સંબંધો સારા નથી. શ્રદ્ધાએ કારર્કિદી પર ધ્યાન આપવા માગે છે અને એણે ફરહાન સાથે અંતર પણ જાળવવાનું શરૂ કરી દીધું છે. શ્રદ્ધાએ સોશિયલ મીડિયા સાઈટ ઇન્સ્ટાગ્રામ પરથી પણ ફરહાનને ‘અનફોલો’ કર્યો હોવાનું કહેવાય છે. જોકે રસપ્રદ વાત એ છે કે ફરહાન હજી પણ શ્રદ્ધાને ફોલો કરી રહ્યો છે. એક વખત શ્રદ્ધા કપૂરના પિતા શ્રદ્ધાનો હાથ પકડીને ફરહાનના ઘરેથી નીકળતા જોવા મળ્યા હતા. ત્યારથી બન્નેના અફેર્સની ચર્ચાએ જોર પકડયું હતું. શક્તિ કપૂરને શ્રદ્ધા અને ફરહાન વચ્ચેનો સંબંધ બિલકુલ પસંદ નથી. સૂત્રોના કહવા પ્રમાણે શક્તિ કપૂરે શ્રદ્ધાને ચેતવણી પણ આપી છે કે ફરહાન સાથે સંબંધ વધારે નહીં. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી બન્ને એક સાથે જોવા મળ્યાં નથી.

