સંસ્થા સમાચાર તા. ૨૦-૧-૨૦૧૮

Tuesday 16th January 2018 13:32 EST
 

• સત્ કેવલ સર્કલ, યુકે દ્વારા રવિવાર તા. ૨૧-૧-૧૮ બપોરે ૧થી સાંજ સુધી ૨૪૬મા મહાબીજ મહોત્સવનું બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન હોલ, ૧૧૬ ઇલિંગ રોડ, વેમ્બલી HA0 4TH ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જયાં પૂ. ગુરૂજીના પ્રવચન, આરતી અને મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: યશવંત પટેલ 07973 408 069
• આદ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે રવિવાર તા. ૨૧-૧-૧૮ના રોજ બપોરે ૩ કલાકે ભજન-સત્સંગ, આરતી, મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક: જશવંત માઇચા 07882 253 540
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૨૧-૧-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળની બહેનો છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• શ્રી શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું શનિવાર તા. ૨૦-૧-૧૮ના રોજ સાંજે ૬-૩૦ કલાકે VHP ઇલફર્ડ હિન્દુ સેન્ટર, ૪૩-૪૫ ક્લેવલેન્ડ રોડ, ઇલફર્ડ IG1 1EE ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: રાજશ્રી રોય 07868 098 775
• ગાયત્રી પરિવાર દ્વારા વસંતપંચમી નિમિત્તે ૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું રવિવાર તા. ૨૧-૧-૧૮ બપોરે ૧થી ૩ દરમિયાન માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર, ૨૦એ, રોઝમેડ એવન્યુ, વેમ્બલી HA9 7EE ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 07525 327 193.
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતે શુક્રવાર તા.૨૬-૧-૨૦૧૮ સાંજે ૬.૩૦ વાગે ભારતના પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન તથા શનિવાર તા.૨૭-૧-૨૦૧૮ સાંજે ૬.૩૦ વાગે વેરાયટી કલ્ચરલ શોનું આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન એમ પી બીરલા મિલેનિયમ આર્ટ ગેલેરી, 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEખાતે નેપાલીઝ બુદ્ધિસ્ટ આર્ટ એક્ઝિબિશનનું શુક્રવાર તા.૨૬-૧-૧૮થી રવિવાર તા.૨૮-૧-૧૮ સવારે ૧૧થી સાંજે ૭ દરમિયાન આયોજન કરાયું છે. સંપર્ક. 020 7381 3086

અવસાન નોંધ
મૂળ ધર્મજના અને વર્ષોથી યુકેમાં સ્થાયી થયેલા રતિલાલભાઈ પુરુષોત્તમભાઈ પટેલનું બુધવાર તા.૩.૧.૨૦૧૮ના રોજ ૮૫ વર્ષની વયે એસેક્સ, લંડન ખાતે દુઃખદ અવસાન થયું છે. સંપર્ક. વીરેશભાઈ 020 8550 1365


comments powered by Disqus