સલમાન ખાન ૨૦૧૭માં દેશનો સૌથી વધુ કમાતો અભિનેતા

Wednesday 17th January 2018 05:47 EST
 
 

અમેરિકન બિઝનેસ સામાયિક ફોર્બ્સે સૌથી વધુ કમાણી કરનાર ૧૦૦ ભારતીય સેલિબ્રિટીઓની યાદી બહાર પાડી છે. જેમાં પ્રથમ નંબરે સલમાન ખાન છે. જ્યારે અભિનેત્રીઓમાં પ્રિયંકા ચોપરા સાતમા સ્થાને છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે, આ વરસે સલમાન ખાનની ફિલ્મ ‘ટયુબલાઇટ’ ફ્લોપ થઇ હતી. છતાં તેની કમાણીને કોઇ આંચ આવી નથી. સાલ ૨૦૧૭માં સલમાનની કુલ કમાણી રૂ. ૨૩૨.૮૩ કરોડ આંકવામાં આવી છે. ફિલ્મો ઉપરાંત વિજ્ઞાપનો દ્વારા મેળવેલી રકમ પણ સામેલ કરવામાં આવી છે. ગયા વરસે પણ સલમાને આ સ્થાન જાળવી રાખ્યું હતું.
જ્યારે પ્રિયંકા ચોપરાની કુલ કમાણી રૂ. ૬૮ કરોડ આંકવામાં આવી છે. પ્રિયંકાએ આ યાદીમાં સાતમું સ્થાન મેળવીને પ્રથમ ૧૦ નંબરમાં આવી છે. આ સામાયિકે આ વરસે યાદી તૈયાર કરવામાં ઘણા ફેરફાર કર્યાં હતાં, છતાં સલમાન ખાન પ્રથમ નંબરે રહ્યો છે. જ્યારે પ્રિયંકા ચોપરા બોલિવૂડમાં હાલ સક્રિય ન હોવા છતાં એક માત્ર એવી અભિનેત્રી છે જેણે પ્રથમ ૧૦ ક્રમાંકમાં સ્થાન મેળવ્યું છે.


comments powered by Disqus