ન્યૂ યોર્કઃ સહારાનું રણ સૂકા હવામાન અને ઉંચા તાપમાન માટે જગવિખ્યાત છે. લાખો ચોરસ માઇલમાં ફેલાયેલા સહારાના રણમાં ૧૮ ઇંચ બરફ વર્ષાના કારણે ચર્ચામાં છે. નિષ્ણાતોનું માનવું છે કે આ એક રેર વેધર ઇવેન્ટ હોવા છતાં આવું ના જ બને એવું પણ નથી. ૩૭ વર્ષ પહેલા ૧૮ ફેબ્રુઆરી ૧૯૭૯ના રોજ સહારાના રણમાં પહેલી વાર બરફ વર્ષા થઇ હતી.
આમ તો બે વર્ષથી સહારામાં સ્નોફોલની ઘટના બનતી રહી છે, પણ તાજેતરમાં ૯ જાન્યુઆરીએ થયેલો સ્નોફોલ વિક્રમસર્જક છે. સધર્ન અલ્જીરિયામાં ભારે બરફ પડતા ગેટ વે ઓફ ધ ડેઝર્ટ ગણાતા આઇસેફ્રા ટાઉનમાં અડધો કલાક ટ્રાફિક થંભી ગયો હતો. ઉમરલાયક માણસોએ પોતાની હયાતીમાં જોયેલી પ્રથમ બરફવર્ષા હતી. એ સમયે અનેક પૃથ્થકરણ અને સંશોધનો થયા હતા, પરંતુ ચોકકસ કારણ પર આવી શકાયું ન હતું.
વિશ્વના હોટેસ્ટ પ્લેસમાં બરફ પડવાનું કારણ શું છે?
સહારા રણના નીચાણવાળા ભાગમાં સ્નોફોલ એ ખૂબ જ દુર્લભ ઘટના ગણાય છે. અલ્જીરિયાનું આઇસેફ્રા એટલાસ માઉન્ટેન રેન્જ અને ડેઝર્ટ વચ્ચેના યુનિક લોકેશન પર વસ્યું છે. ૨૫૦૦ કિલોમીટરની લંબાઇ ધરાવતી આ રેન્જની ઉંચાઇ પર ખૂબ જ ગરમીની સાથોસાથ તીવ્ર ઠંડીનો માહોલ પણ રહે છે. ઉનાળામાં તાપમાન ખૂબ જ ઉંચું રહે જ છે તો શિયાળામાં પણ તાપમાનમાં મોટા પાયે ફેરફાર થતા રહે છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તો અતિશય ઠંડી પડે છે. આમ માઉન્ટેન રેંજ અને ડેઝર્ટ વચ્ચે તાપમાનની અસમતુલા વધવાને અને સ્નો ફોલને સીધો સંબંધ છે.

