શિયાળામાં સૂકામેવો સ્વાસ્થ્યપ્રદ છે. ખાસ તો કાજુ, બદામ, દ્રાક્ષ, અંજીર, અખરોટ, પિસ્તા તંદુરસ્તી માટે ખૂબ ફાયદાકારક છે. આવો જાણીએ પિસ્તા ખાવાથી થતા ફાયદા વિશે.
• પિસ્તામાં રહેલા એન્ટિ-ઓક્ટિડન્ટ સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. પિસ્તામાંથી પોલિફેનોલિક, યોગિક, કેટેકિન અને ગેલિક એસિડ મળે છે. તેમાં રહેલું વિટામીન-૬ રક્ત પરિભ્રમણમાં વધારો કરે છે અને કેન્સર સામે રક્ષણ મેળવવામાં મદદરૂપ થાય છે.
• પિસ્તામાં દરેક સૂકામેવાની જેમ ૬૦ ટકા પોલીઅનસેચ્યુરેટેડ અને મોનોઅનસેચ્યુરેટેડ હોય છે. જે શરીરમાં ઉત્પન્ન થતી ફેટને ઘટાડીને તેમાં એચડીએલની સંખ્યામાં વધારો કરે છે. તેનાથી કોલેસ્ટ્રોલ ઘટે છે સાથે હૃદયરોગનો ભય ઓછો રહે છે.
• જો તમે વજન ઘટાડવા માંગતા હો તો તમે પિસ્તા ખાઈ શકો છો. પિસ્તામાં પ્રોટીન અને ફાયબર ભરપુર માત્રામાં રહેલું છે, જે શરીરમાં ચરબીનું પ્રમાણ વધવા દેતું નથી.
• પિસ્તામાં રહેલું ફાયબર અને એન્ટિ-ઓક્સિડેન્ટ શરીર પરના સોજાને ઘટાડે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પિસ્તા લાભદાયક છે. તેમાં ગ્લુકોઝ અને ઇન્સ્યુલિનનો પ્રભાવ અનુકૂળ રહે છે.
• પિસ્તા હાડકાંને મજબૂત બનાવે છે. તેમાં કેલ્શિયમ અને પોટેશિયમ વધારે માત્રામાં જોવા મળે છે. પિસ્તામાં ઘણા વિટામીન હોય છે. જે હાડકાંને મજબૂત બનાવે છે તથા હાડકાં સંબંધિત બીમારીઓને રોકે છે.
• પિસ્તામાં રહેલું તેલ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે, તેનાથી ત્વચાની ડ્રાયનેસ દૂર થાય છે તેમજ ત્વચાને ચમકાવવામાં મદદ કરે છે. સ્વસ્થ ત્વચા માટે વિટામીન-ઈ જરૂરી છે, જે પિસ્તામાંથી વધારે માત્રામાં મળી રહે છે.

