‘બાગી ૨’માં બાળકને સાચવતો દેખાશે ટાઇગર

Wednesday 17th January 2018 05:50 EST
 
 

‘બાગી’ સિરીઝની ફિલ્મ ‘બાગી - ૨’માં ટાઇગર શ્રોફ તેની પ્રેમિકા દિશા પટણીના બાળકને બચાવતો અને સાચવતો જોવા મળશે એવી ચર્ચાઓ ચાલે છે. ‘બાગી - ૨’ ૩૦ માર્ચે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ ‘બાગી’ની સિક્વલ છે. ‘બાગી’માં ટાઇગર તેની ગર્લફ્રેન્ડ શ્રદ્ધા કપૂરને બચાવતો જોવા મળ્યો હતો. જોકે ‘બાગી-૨’માં ટાઇગર તેની પ્રેમિકાના બાળકને બચાવશે એવી ચર્ચા ચાલી રહી છે.
ટાઇગર અને દિશા બન્ને સ્કૂલમાં એકબીજાને પ્રેમ કરતાં હોય છે, પરંતુ દિશાનાં લગ્ન અન્ય વ્યક્તિ સાથે થઈ જાય છે અને તેને બાળક પણ હોય છે. લગ્નનાં થોડાં વષોર્માં તેનો પતિ મૃત્યુ પામે છે અને દિશાનું પણ ખૂન કરીને તેના બાળકનું અપહરણ કરવામાં આવે છે. એથી ટાઇગર એ બાળકને બચાવતો જોવા મળશે એવી ચર્ચા છે. બાળકો ટાઇગરનાં ખૂબ જ મોટાં ફેન છે એટલે ‘બાગી-૨’ની સ્ટોરીમાં બાળકના પ્લોટને સમાવવામાં આવ્યો હોવાની ચર્ચા છે.


comments powered by Disqus