‘હાઉસફુલ-૪’માં હસાવશે પરીણિતિ?

Wednesday 17th January 2018 05:49 EST
 
 

‘હાઉસફુલ-૪’ સિરીઝની ચોથી ફિલ્મ ‘હાઉસફુલ ૪’માં પરીણિતી ચોપડા, કિઆરા અડવાણી અને દિશા પટણી જોવા મળી શકે છે. એવી ચર્ચા બોલિવૂડમાં ચાલે છે. ફિલ્મને સાજિદ ખાન જ ડિરેક્ટ કરશે. એમાં અક્ષયકુમાર, રિતેશ દેશમુખ અને જોન એબ્રાહમને પસંદ કરી લેવાયાની ચર્ચા છે. અક્ષયકુમારની સાથે પરીણિતી, રિતેશની સાથે કિઆરા અને જોનની સાથે દિશા જોવા મળશે એવી ચર્ચા છે. આ ફિલ્મની થીમ પુર્નજન્મ પર હશે એવી પણ ચર્ચા છે.


comments powered by Disqus