શ્રીરામ રાઘવન થ્રિલર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. દર્શકોની નાડ પારખીને જ તેમણે ‘અંધાધૂંધ’ બનાવી છે અને ફિલ્મ હિટ રહી છે.
વાર્તા રે વાર્તા
પુનામાં રહેતો અંધ પિયાનોવાદક આકાશ એક હત્યા બાદ છુપાયેલો ફરે છે. એ પછી એવી સ્થિતિ ઊભી થાય છે કે તેણે હત્યાની ફરિયાદ નોંધાવવી પડે છે. ટેકનિકલી તે હત્યાનો સાક્ષી નથી, પરંતુ આંખો ન હોવા છતાં હત્યાને ‘નજરે જોનારા સાક્ષી’ તરીકે હત્યાનો રિપોર્ટ નોંધાવો તેના માટે જરૂરી બને છે. શા માટે? જવાબ માટે ‘અંધાધૂંધ’ ફિલ્મ જોવી રહી.
વિવેચકોએ જણાવ્યું હતું કે આ ફિલ્મ ૨૦૧૦માં આવેલી ઓલીવર ટ્રીનરની ટૂંકી ફ્રેન્ચ મૂવી ‘લેકોકરો’થી પ્રેરિત છે. ફિલ્મ વિશેષજ્ઞોના મતે ફિલ્મનો સ્ક્રિનપ્લે જબરદસ્ત છે.
આયુષ્માનની એક્ટિંગ વાહ વાહ
આયુષ્યમાન ખુરાનાએ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય આપ્યો છે. તબ્બુ હંમેશની જેમ પાત્રને ન્યાય આપે છે. છાયા કદમ અને અશ્વિની કલસેકરનું કામ પણ સારું છે. અમિત ત્રિવેદીનું સંગીત પણ સારું છે.

