આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વચ્ચે કુછ તો હૈની ચર્ચા બોલિવૂડમાં છે. એવામાં આલિયા રણબીરના પિતા રિશિ કપૂરની તબિયત જોવા કારગીલથી શૂટિંગ પૂરું કરીને સીધી ન્યૂ યોર્ક પહોંચી છે. આલિયા ભટ્ટની ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટ પરથી આ ખ્યાલ આવે છે.
રિશિ કપૂર ન્યૂ યોર્કમાં મલ્ટીસ્પેશ્યિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમની બીમારી અંગે કોઈ ખબર આવ્યા નથી, પણ પરિવાર સાથે હજી એક મહિનો તેઓ અમેરિકા રહેશે. હાલમાં રિશિની પત્ની નીતુ અને રણબીર પણ અમેરિકામાં જ છે.

