ફેશન બની ગયેલા ટેટુથી હવે યુવાનો કંટાળી ગયા છે. એક સમયે સમાજમાં ટેટુનો ટ્રેન્ડ હતો, પરંતુ હવે લોકો ટેટુથી કંટાળી ગયા છે. જે તે ડિઝાઇનના ટેટુથી અફસોસ થઈ રહ્યો છે. કેટલાંક લોકોની ચામડી ટેટુની શાહીના કારણે નકામી થઈ ગઈ છે.
સંશોધકોનું કહેવું છે કે, ટેટુની કેટલીક ડિઝાઇનની આકરી ટીકા થયેલી છે. ખાસ કરીને આદિવાસીઓના શરીર પર થતા ટેટુ અને સ્ત્રીઓની પસંદગીના સ્ટાર્સના ઝૂમખાની ડિઝાઇન. ટેટુ ડિઝાઇનને દૂર કરવા દરરોજના હજારો સવાલો ઇન્ટરનેટ પર ઠલવાય છે. ટેટુ ધરાવતા લોકોને હવે એ ટેટુ કાઢી નાંખવું છે. તો કેટલાંક એવા છે કે જેને ટેટુ કરાવ્યા બાદ હવે અફસોસ થાય છે.
લંડનમાં ૧,૦૦૦ લોકોએ કબૂલ્યું છે કે એક વખત કાયમી ટેટુ કરાવ્યા બાદ હવે અફસોસ થઈ રહ્યો છે. બ્રિટનની કુલ વસતીના ૧૮ ટકા લોકો કે જેની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ છે તે તમામે બોડીઆર્ટ કરાવેલું છે.
મહિલાઓમાં ૨૪.૩૩ ટકા મહિલાને કોઈનું નામ પોતાના શરીર ત્રોફાવ્યા બાદ અફસોસ થઈ રહ્યો છે. પુરુષોમાં ૧૨.૮૧ ટકામાં આદિવાસીઓના ટેટુની ડિઝાઇન અને ૧૨.૫૩ ટકા મહિલાઓમાં એશિયન કેરેકટર્સ ખૂબ ફેમસ છે અને લોકો તેને પસંદ કરી રહ્યા છે.
૨૯.૫૦ ટકા લોકોએ કબૂલ્યું હતું કે, તેમને ટેટુ દૂર કરવા છે. જ્યારે ૨૪.૫૦ ટકા લોકોએ પોતાના શરીર પરથી ટેટુ દૂર કરાવી નાખ્યા છે.
મોટા ભાગના લોકોનું એવું માનવું છે કે, ટેટુને કારણે નોકરી મેળવવામાં મુશ્કેલી ઊભી થાય છે અથવા નોકરીના સ્થળે અન્ય લોકો પર એક નકારાત્મક છાપ બંધાય જાય છે. ૨૮.૪૪ ટકા મહિલાઓને પોતાના શરીર પરના એ ટેટુથી બહુ અફસોસ થાય છે, જેમાં વ્યક્તિનું નામ
હોય છે.

