તલઃ કેલ્શિયમનો શ્રેષ્ઠ સોર્સ

હેલ્થ ટિપ્સ

Wednesday 17th October 2018 06:59 EDT
 
 

તલમાં પ્રોટીન, કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં રહેલા છે. તલના સેવનથી માનસિક તણાવ દૂર થાય છે. પચાસ ગ્રામ તલ દરરોજ ખૂબ ચાવી ચાવીને ખાવાથી કેલ્શિયમની આવશ્યકતા પૂર્ણ થાય છે.
• દરરોજ દાત સાફ કરવા માટે એક મોટી ચમચી તલ ખાવ. તેનાથી દાંત મજબૂત થાય છે.
• વાળ અકાળે સફેદ થઈ જાય અને ખરવા લાગે તો તલનું સેવન કરો.
• દરરોજ બે ચમચી કાળા તલ ચાવીને ખાવ અને ઠંડુ પાણી પીવો. નિયમિત આનું સેવન કરવાથી મસાની સમસ્યા દૂર થઈ જશે.
• તલ પીસીને શુદ્ધ ઘી અને કપૂરની સાથે આને ભેળવીને બળેલી જગ્યાએ આનો લેપ કરો.
• કબજિયાતની સમસ્યા હોય તો પચાસ ગ્રામ તલ પીસીને તેની અંદર થોડોક ગોળ ભેળવીને ખાવ.
• જો બાળક સૂતી વખતે પેશાબ કરતું હોય તો પીસેલા કાળા તલને ગોળની સાથે ભેળવીને લાડુ બનાવી તેને રોજ રાત્રે એક લાડુ ખવડાવી દો.
• તલ અને સાકરને પાણીમાં ઉકાળીને પીઓ. આનાથી ખાંસીની તકલીફ દૂર થઈ જાય છે.
• એક ચમચી કાળા તલ ચાવીને તેની ઉપર નવશેકુ પાણી પીવાથી પેટનો દુખાવો ઓછો થઈ જાય છે.
• તલના તેલમાં હિંગ અને સૂંઠ નાંખીને ગરમ કરેલા તેલની માલિશ કરવાથી કમરનો દુખાવો, સાંધાનો દુખાવો અને કોઈ પણ અંગ જકડાઈ ગયું હોય તો તેમાં રાહત થાય છે.
• તલના તેલમાં થોડુક સિંધાલૂણ ભેળવીને મોઢાની અંદરના ચાંદા પર લગાવવાથી તે જલદી મટી જાય છે.
• ફાટેલી એડીઓમાં હૂંફાળા તલના તેલની અંદર સિંધાલૂણ અને મીણ ભેળવીને લગાવવાથી ફાયદો થાય છે.
• તલને પીસીને માખણની સાથે ભેળવીને નિયમિત રીતે ચહેરા પર લગાવવાથી રંગ સાફ થાય છે અને ચહેરા પરના ખીલ અને કાળા ડાઘ દૂર થાય છે.


comments powered by Disqus