બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેન છેલ્લાં ઘણાં સમયથી બોલિવૂડથી દૂર છે. જોકે, તે તેના નવા પ્રેમસંબંધને લીધે બોલિવૂડમાં ચર્ચામાં છે. સુસ્મિતા સોશ્યિલ મીડિયામાં ઘણી જ એક્ટિવ હોય છે. સુસ્મિતા હમણાં મોડેલ રોહમન શોલ સાથે અવાર-નવાર જોવા મળતી હતી. તાજેતરના એક શોમાં સુસ્મિતા રેમ્પ વોક કરતી હતી ત્યારે રોહમન સુશની બંને દત્તક દીકરીઓ સાથે ઓડિયન્સમાં બેઠેલો જોવા મળ્યો હતો. બોલિવૂડમાં આ મિસ્ટ્રી યુવક તથા સુસના અફેર્સની વાત જોરશોરથી થઈ રહી છે. રોહમન એક મોડલ છે અને તેની ઉંમર ૨૭ વર્ષ છે જ્યારે સુસ્મિતા ૪૨ની છે સુસ્મિતા તથા રોહમન એરપોર્ટ પર ઘણીવાર સાથે જોવા મળ્યા છે. બોલિવૂડમાં વાતો છે કે પ્રિયંકા પછી સુશ પણ જલદીથી પોતાના નવા સંબંધની જાહેરાત કરે તો નવાઈ નહીં.

