હેરોમાં તા.૨૮.૧૦.૨૦૧૮ને રવિવારે બપોરે ૩.૩૦થી રાત્રે ૯ દરમિયાન લગ્નોત્સુક લોહાણા અને તમામ હિંદુ ગુજરાતી યુવક-યુવતીઓ માટેના સંમેલનનું હેરો હાઈસ્કૂલ એન્ડ સ્પોર્ટ્સ કોલેજ, ગેયટન રોડ, ઓફ કેન્ટન રોડ હેરો મીડલસેક્સ HA1 2JG ખાતે આયોજન કરાયું છે. તેમાં દીકરા-દીકરીઓ તેમજ તેમના માતા-પિતા, વડીલ પધારી શકે છે.
દરેક લગ્નોત્સુક યુવક-યુવતીઓને તેમની ઉંમર પ્રમાણે ‘કલર બેજીસ’ આપવામાં આવશે. ડિનર અને મનોરંજન કાર્યક્રમ સાથે યોજાયેલા સંમેલનનો સમય બપોરે ૩.૩૦થી રાત્રે ૯ સુધીનો રહેશે. જે યુવક-યુવતીની સગાઈ કે લગ્ન થઈ ગયા હોય તેમણે તુરંત માહિતી આપવી, જેથી તેમની વિગતો કોમ્પ્યુટરમાંથી રદ કરી શકાય. ટેલિફોન નંબર કે એડ્રેસ બદલાવ્યું હોય તો પણ જાણ કરવા વિનંતી. વધુ મહિતી માટે સંપર્ક. જેઠાલાલ વી હિંડોચા 07534 026 865
