નવી દિલ્હીઃ પાકિસ્તનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ આજકાલ ભારતને નિશાન બનાવી પાકિસ્તાનમાં ચાહકોનું દિલ જીતવાનો વ્યૂહ અપનાવ્યો હોય તેમ લાગે છે. કાશ્મીર અંગેની તેની ટ્વિટની ભારતીયોએ ખાસ્સી ટીકા કરી છે. હવે આફ્રિદીએ આઇપીએલ પર નિશાન તાક્યું છે.
આફ્રિદીએ ટ્વિટ કર્યું છે કે, આઇપીએલની આઠેય ટીમ મને રમવા માટે આમંત્રણ મોકલે તો પણ હું તેમાં ભાગ લેવા ઇન્કાર કરું. પાકિસ્તાનને હું અદમ્ય ચાહું છું. આઇપીએલની સફળતાને પડકારતા તેણે પણ કહ્યું હતું કે નજીકના ભવિષ્યમાં પાકિસ્તાન સુપર લીગ આઇપીએલ કરતાં પણ મોટી થઈ જશે. પાકિસ્તાન સુપર લીગમાં રમવાનું જ મને સૌથી વધુ ગૌરવ છે.

