એડન ડેપાળા મિત્ર મંડળ દ્વારા હનુમાન જયંતીની ઉજવણી

Wednesday 18th April 2018 07:44 EDT
 

તા. ૭-૪-૧૮ને શનિવારે ફિંચલીમાં એડન ડેપાળા મિત્ર મંડળ દ્વારા હનુમાન જયંતીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તે દરમિયાન એડનમાં રહેતા ગુજરાતી લોકો તેમજ ગરીબ લોકોના લાભાર્થે ૭૦૦ પાઉન્ડ જેટલી રકમ એકત્ર કરવામાં આવી હતી. આ ઉજવણીમાં અંદાજે ૨૫૦થી ૩૦૦ લોકો જોડાયા હતા. સૌએ રસપુરી અને પાત્રાના મહાપ્રસાદનો સ્વાદ માણ્યો હતો. હોલમાં દર શનિવારે સાંજે ૭થી રાત્રે ૮ દરમિયાન હનુમાન ચાલીસાના પાઠનું આયોજન થાય છે.

૩૫૦ માણસોની કેપેસિટી, કીચન, સ્ટેજ અને કાર પાર્કિંગની સુવિધા સાથેનો એડન ડેપાળા મિત્ર મંડળ હોલ વિવિધ પ્રસંગો માટે ભાડે મળી શકે છે. વધુ માહિતી માટે ટેલી. 0208 444 2054 અથવા 0208 349 0747


comments powered by Disqus