લંડનઃ ચેરિટી ક્લેરિટી દ્વારા પ્રેરિત ધ એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સ આ વર્ષે લંડનમાં હિલ્ટન ઓન પાર્કલેન ખાતે ૧૮મી મેને શુક્રવારે યોજાશે. આ વર્ષના એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોના નામની જાહેરાત કરતા અમે ગૌરવ અનુભવીએ છીએ. તેમની પસંદગી ઈન્વેસ્ટમેન્ટ બેંકર લોર્ડ જિતેશ ગઢિયા, ચેરિટીઝ એઈડ ફાઉન્ડેશન (CAF)ના ડિરેક્ટર ઓફ ફિલાન્થ્રોપી એન્ડ ડેવલપમેન્ટ ડેવિડ સ્ટેડ, સિટી બ્રીજ ટ્રસ્ટના ચેરમેન એલ્ડરમેન એલિસન ગૌમેન અને ચેરિટી ક્લેરિટીના સ્થાપક અધ્યક્ષ સુભાષ ઠકરાર જેવા પ્રતિષ્ઠિત જજોની પેનલ દ્વારા કરવામાં આવી છે.
આ એવોર્ડ બ્રિટન અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર સામાજિક સમસ્યાઓના ઉકેલની દિશામાં કાર્યરત ચેરિટીઓ માટે જ નથી પરંતુ કંઈક નવું કરવાની ધગશ ધરાવતા અને ઉત્કૃષ્ટતા માટે સતત કાર્યરત રહેતા અને પરિણામ દ્વારા જેમની સફળતાનું મૂલ્યાંકન થાય છે તેમના માટે પણ છે.
અમે ગ્રેટ બ્રિટન અને વિશ્વમાં કાર્યરત સંસ્થાઓની શ્રેષ્ઠતાને રજૂ કરવા માગીએ છીએ અને ઓળખ ઉભી કરવા સંઘર્ષ કરતી સંસ્થાઓને જરૂરી પ્રોત્સાહન અને તેમને આગળ વધવા માટે જોઈતું ફંડ આપવા માગીએ છીએ. હાલની સમસ્યાઓના વ્યવહારુ ઉકેલ લાવી આપતી સંસ્થાઓને આ એવોર્ડ્સ દ્વારા મૂલ્યવાન લાભ મળે છે.
ચેરિટી ઓફ ધ યર
શોર્ટલિસ્ટેડ
ડાયાબિટીસ રિસર્ચ એન્ડ વેલનેસ ફાઉન્ડેશન અને ચીલ્ડ્રન એન્ડ ફેમિલી એક્રોસ બોર્ડર (CFAB), ક્લેફ્ટ લીપ એન્ડ પેલેટ એસોસિએશન તથા ક્રિસ્ટિના નોબલ ફાઉન્ડેશન
સ્ટાર્ટ અપ ઓફ ધ યર
શોર્ટલિસ્ટેડ- ડોમેસ્ટિક વાયોલન્સ આસિસ્ટ, રોડ ટુ ફ્રિડમ અને ટેનીસ 2Be
સોશિયલ ઈમ્પેકટ એવોર્ડ
શોર્ટલિસ્ટેડ – બુક્સ ઈન ધ નીક, ચાઈલ્ડ યુ ચાઈલ્ડ અને પેની અપીલ
મોસ્ટ ઈન્સ્પાયર્ડ ઈન્ડિવિજ્યુઅલ
શોર્ટલિસ્ટેડ – એમ્મા સ્લેડ, હેન્ડ્રિક્સ લેન્કેસ્ટર, મેન્ડી સંઘેરા અને સ્ટીવ વ્હીટમોર
મોસ્ટ ઈન્સ્પાયરિંગ યંગ પર્સન
શોર્ટલિસ્ટેડ – લીડિયા ઉન્સુદિમી, અલીશા મલ્હોત્રા, રાબિયા નાસિમી અને એલેક્ઝાન્ડર મોર્ગન

