લંડનઃ પ્રાયોરી રિહેબ ક્લિનિક્સ દ્વારા વેચાણ મારફતે લાખો પાઉન્ડની કમાણી કરનારા ૬૩ વર્ષીય ચાઈ પટેલ મેન્ટલ હેલ્થ અને લર્નિંગ ડિફિકલ્ટીના દર્દીઓને સારવાર પૂરી પાડતા માટે ૧૦૦ મિલિયન પાઉન્ડની હેલ્થકેર સર્વિસ વેચશે.
પટેલના નિયંત્રણ હેઠળની કોર્ટ કેવેન્ડિશે એનએમ રોથ્સચાઈલ્ડના બેંકરોને કેર મેનેજમેન્ટ ગ્રૂપ માટે ખરીદદાર શોધવા કહ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતું.
લીલામીની પ્રક્રિયા છેલ્લા થોડા વર્ષોમાં હેલ્થકેર સેક્ટરમાં પ્રવેશેલી કંપનીઓ પર ભારે દબાણ અનુભવતી હોવાનો સંકેત આપે છે.
યુગાન્ડામાં જન્મેલા પરંતુ, ઈદી અમીને યુગાન્ડાના એશિયનોને હાંકી કાઢ્યા ત્યારે દેશ છોડી દેનારા ચાઈ પટેલે આર્થિક કટોકટી દરમિયાન કેર મેનેજમેન્ટ સંભાળ્યું હતું તેની સમગ્ર યુકેમાં ૧૨૦ શાખા છે.

