હિન્દી ફિલ્મ-ઉદ્યોગના ખ્યાતનામ કોમેડિયન રાજપાલ યાદવ વિરુદ્ધ ચાલી રહેલા પાંચ કરોડ રૂપિયાના છેતરપિંડી કેસમાં કોર્ટે તેને દોષિત જાહેર કર્યો છે. દિલ્હીની કડકડડૂમા કોર્ટે રાજપાલ યાદવ, તેની પત્ની અને કંપનીને દોષિત ઠરાવ્યા છે. રાજપાલે તેની ફિલ્મ ‘અતા પતા લાપતા’ માટે વર્ષ ૨૦૧૦માં દિલ્હીના એક બિઝનેસમેન પાસેથી પાંચ કરોડ રૂપિયાની લોન લીધી હતી. જોકે ફિલ્મ રિલીઝ થવા છતાં પણ તેણે પૈસા પરત કર્યા નહોતા. કેસમાં રાજપાલને અનેક વાર સમન્સ મોકલવા છતાં તે કોર્ટમાં હાજર થયો નહોતો. એટલું જ નહીં, રાજપાલના વકીલે કોર્ટમાં ખોટી એફિડેવિટ રજૂ કરી હતી. આથી કોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

