લંડનઃ મહિલા સશક્તિકરણ અને સફ્રાગેટ આંદોલનના ૧૦૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે બોલ્ટન હિંદુ ફોરમની મહિલા સમિતિએ શિક્ષણ, જાગૃતિ અને મનોરંજન સાથે એક દિવસના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ‘એન્યુઅલ વિમેન ટુગેધર’ કાર્યક્રમને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. કાર્યક્રમમાં ભાગ લેનાર સૌએ તેને સફળ બનાવ્યો હતો.
એલેન હેન્ડ ગ્રિફિથ્સે ડિમેન્શિયા ફ્રેન્ડ્સ વતી ડિમેન્શિયા વિશે માહિતીસભર પ્રવચન આપ્યું હતું અને સાલેહા વિકાએ તેનું ભાષાંતર કર્યું હતું. ઉર્વશી તુલસીદાસ અને ડાયાબિટીસ યુકે કોમ્યુનિટી ચેમ્પિયન્સ દ્વારા ડાયાબિટીસ વિશે માહિતી અપાઈ હતી. રસેલ એન્ડ રસેલ વતી હેરી મિસ્ત્રીએ વિલ્સ વિશે માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ક્રિષ્ણા ટેમપલ દ્વારા મદદ કરવાની સાથે સ્વાદિષ્ટ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળે વિવિધ સ્ટોલ ઉભા કરાયા હતા. જેમાં ડાયાબિટીસ યુકે, મેકમિલન, ડિમેન્શિયા ફ્રેન્ડ્સ, બોલ્ટન કોલેજ, જર્ક હાઈ નેઈલ્સ તથા રસેલ એન્ડ રસેલનો સમાવેશ થતો હતો.

