હિંદી સિનેમાના બહેતરીન કલાકારોમાંની એક અભિનેત્રી રાખી ૧૫ વરસ બાદ ફરી રૂપેરી પડદે જોવા મળશે. જોકે તે એક બંગાળી ફિલ્મમાં કામ કરવાની છે પરંતુ આ ફિલ્મને હિંદીમાં પણ બનાવવાનો નિર્ણય લેવાયો છે. રાખને જાણવા મળ્યું કે બંગાળી નવલકથા પરથી એક ફિલ્મ બની રહી છે ત્યારે તેણે કામ કરવા તત્પરતા દાખવી હતી. આ ફિલ્મ પહેલા ફક્ત બંગાળીમાં જ બનવાની હતી, પરંતુ રાખી તેમાં અભિનય કામ કરવા તૈયાર થતાં હવે તે હિંદીમાં પણ બનશે. બંગાળીમાં ફિલ્મનું નામ ‘મુક્તિ’ અને હિંદીમાં ‘નિર્વાણ’ હશે. કહેવાય છે કે રાખીએ બંગાળી હિસ્સાનું શૂટિંગ પૂરું પણ કરી નાખ્યું છે. રાખી હિંદી ડબિંગ પોતાના જ અવાજમાં કરવાની છે. ફિલ્મમાં ૭૦ વરસની એક બ્રાહ્મણ વિધવાની વાત છે, જે પોતાના અધિકાર માટે સમાજ સાથે લડતી જોવા મળશે.

