મહિલાઓ માટે રસોઈ સ્વાદિષ્ટ બનાવવી અગત્યની બાબત હોય છે. તેમાં પણ દાળ, શાક અને સલાડમાં લીંબુનો રસ નાખવાથી દરેક ખોરાક સ્વાદિષ્ટ બને છે. તેની સાથે શરીરમાં નાની-મોટી બીમારી થઈ હોય કે પછી ગરમીની સિઝન હોય ત્યારે ડોક્ટર લીંબુ પાણી પીવાનું કહેતા હોય છે. સ્વાસ્થ્ય માટે લીંબુ લાભદાયક છે. લીંબુનો પ્રયોગ તમારા સ્વાસ્થ્ય અને શરીરની સુંદરતા માટે લાભદાયક છે.
• લીંબુનો રસ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. • લીંબુનો રસ બ્લડપ્રેશરને નિયંત્રિત રાખે છે. • વજનમાં પણ ઘટાડો થાય છે. • લીંબુનો રસ વાળ માટે પણ ફાયદાકારક છે. વાળમાં લીંબુનો રસ નાખવાથી માથામાંથી ખોડો દૂર થાય છે. • લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે. લીંબુમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં રહેલું છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. • સુંદરતા વધારવા માટે કાચા દૂધમાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ડાઘ દૂર થશે. • હૂંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને તેમાં પગ બોળવાથી એડી સરળ રીતે સાફ થશે. • લીંબુમાં ફટકડી મિક્સ કરીને તે પાણીથી ઘસીને સ્નાન કરવાથી શરીર પરની ખંજવાળ દૂર થશે. • પગના દુખાવામાં લીંબુનો રસ લગાવવાથી પગના સોજામાં ઘટાડો થશે. • જો ગર્ભવતી મહિલા ચોથા મહિનાથી લીંબુના રસનું નિયમિત રીતે સેવન કરે તો તેનાથી પ્રસૂતિ પીડા નહીં રહે. • અચાનક બેચેની કે ચક્કર આવે તેવી પરિસ્થિતિમાં લીંબુ પાણી પીવાથી રાહત થશે.

