હાઈરિસ્ક દવાની આડઅસર દર્શાવતું સોફ્ટવેર ‘ઈક્લિપ્સ’

Wednesday 18th April 2018 07:52 EDT
 

લંડનઃ હાઈરિસ્ક દવા લેતા દર્દીને તે દવાની આડઅસરનું પ્રમાણ કે જોખમ દર્શાવી શકે તેવું નવું સોફ્ટવેર ઈક્લિપ્સ તૈયાર કરાયું છે. લેસ્ટર સિટી ક્લિનિકલ કમિશન ગ્રૂપના પ્રેક્ટિસ મેમ્બરશીપના સભ્યોને આ નવા સોફ્ટવેર ઈક્લિપ્સથી માહિતગાર કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સોફટવેરની મદદથી જે રોગ માટેની હાઈરિસ્ક દવાઓની આડઅસરનું પ્રમાણ અથવા જોખમ વિશે જાણી શકાશે તેમાં ડાયાબિટીસ, હૃદયરોગ અને બ્લડપ્રેશરની દવાઓનો સમાવેશ થાય છે.

બ્રોડ હર્સ્ટ સર્જરીના ડો.મોરજરીયા અને ડો. ઉષા પટેલ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ બ્રોડ હર્સ્ટ સર્જરીને બેસ્ટ મોનિટરીંગ હાઈ રિસ્ક મેડિકેશન માટે નેશનલ સેફ્ટી પ્રિસ્ક્રાઈબિંગ સેફ્ટી એવોર્ડ એનાયત કરાયો હતો.

ડો. ઉષા પટેલે જણાવ્યું હતું કે આ નવી સિસ્ટમથી અમારા દર્દીઓને લાભ થશે. ડો. પટેલ અને ડો. મોરજરિયા અઠવાડિયામાં નક્કી કરેલા એક દિવસે અને સમયે સોફ્ટવેરની મદદથી અલગ અલગ દર્દી માટે દર્શાવાયેલા પરિણામોની સમીક્ષા કરશે.


comments powered by Disqus