GOPIOની કાઉન્સિલોના હોદ્દેદારોની નિમણુંક

Wednesday 18th July 2018 07:33 EDT
 
 

ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિન (GOPIO)ના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને કાઉન્સિલોના ઈન્ચાર્જ ઈશ્વર રામલુચમાન મભેકા ઝુલુએ તાજેતરમાં વિવિધ કાઉન્સિલોના નવા નીમાયેલા ચેરમેનો અને કો-ચેરમેનોના નામોની જાહેરાત કરી હતી. તે મુજબ ડો. નીરજા ગુપ્તાની એકેડેમિક કાઉન્સિલના ચેરમેન તરીકે જ્યારે રાજીન્દર તિવારી (કલ્ચરલ કાઉન્સિલ) ડો. તુષાર પટેલ (હેલ્થ એન્ડ વેલનેસ કાઉન્સિલ) ઉમેશ ચંદ્ર (હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ) નમી કૌર (મીડિયા કાઉન્સિલ) ડો. પ્રસાદ યર્લાગ્ગડા (સાયન્સ એન્ડ ટેક્નોલોજી કાઉન્સિલ) સુધા આચાર્ય (સિનિયર્સ કાઉન્સિલ) મૌલી બેનરજી (વિમેન્સ કાઉન્સિલ) નીશા ઢીંગરા (યુથ કાઉન્સિલ)ની ચેરમેન તરીકે નિમણુંક કરાઈ હતી.


comments powered by Disqus