બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે તાજેતરમાં પોતાના વોર્ડરોબના મોંઘા ડિઝાઇનર ડ્રેસની હરાજી કરી હતી અને તેમાંથી ઉપજેલા રૂપિયા કર્ણાટકના મંડયા જિલ્લાના કિકેરી ગામના પરિવારોના ઘરમાં વીજળી આપવાના ખર્ચા માટે વાપર્યા છે. આલિયાએ પોતાના ડ્રેસીસના હરાજીમાંથી મેળવેલા રૂપિયા એક સંસ્થાને આપ્યા હતા. આ સંસ્થા ખરાબ પ્લાસ્ટિકની બોટલોને રિસાઇકલ કરીને સૌર ઊર્જા બનાવે છે અને તે આ સૌર ઊર્જા એ પરિવારોને આપે છે જેમને વીજળીની તાકીદે જરૂર હોય.

