ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જનાં પ્રથમ મહિલા પ્રમુખઃ સ્ટેસી કનિંગહામ

Wednesday 18th July 2018 06:55 EDT
 
 

અમદાવાદઃ અમેરિકાના જગવિખ્યાત ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જ (એનવાયએસઈ)ના ૨૨૬ વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર મહિલા પ્રેસિડન્ટની નિમણૂક કરાઈ છે.

સ્ટેસી કનિંગહામ જગ વિખ્યાત અમેરિકી શેરબજારના ૬૭મા પ્રમુખ તરીકે સત્તા સંભાળી છે. સવા બસ્સો વર્ષથી ચાલતા શેરબજારના ઈતિહાસમાં પ્રથમ વાર મહિલાને પ્રેસિડેન્ટ બનાવાયા છે.

અત્યાર સુધી સ્ટેસી શેરબજારના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઈઓ) હતા. ૨૦૧૩થી થોમસ ફેરલે પ્રેસિડેન્ટ છે, તેનું સ્થાન હવે ૪૩ વર્ષનાં સ્ટેસીએ લીધું છે. સ્ટેસી ૧૯૯૪થી ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જમાં જ કામ કરે છે. ૧૭૯૨થી કામ કરતાં અમેરિકા શેરબજારમાં હમણાં સુધી મહિલાઓ માટે ખાસ સ્થાન ન હતું.


comments powered by Disqus