ટ્રેજેડી કિંગ દિલીપ કુમારની પત્ની સાયરાબાનુએ પોતાના પતિના આરોગ્ય માટે ટ્વીટ કરીને તાજેતરમાં પ્રાર્થના કરવા કહ્યું છે. ૨૯ જૂનના રોજ સાયરા એક લગ્ન સમારંભમાં હાજરી આપવા આવી હતી. દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા બાદ આ પ્રથમ અવસર હતો જ્યારે સાયરાએ કોઈ સમારંભમાં દિલીપ કુમાર વગર હાજરી આપી હતી. સાયરાએ ટ્વિટર પર લખ્યું હતું કે, અલ્લાહ આપ પર અપની ઇનાયત બનાએ રખેં, કૃપિયા મેરે કોહિનૂર કી અચ્છી સેહત ઔર ખુશીઓ કે લિયે દુવા કરો. હમે દુઆઓમેં ઉસી તરહ યાદ રખેં જેસે હમ આપકો રખતે હૈં.

