મેડમ તુસાદમાં અનુષ્કા શર્મા બોલશે

Sunday 22nd July 2018 07:13 EDT
 
 

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માનું સિંગાપુરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં ટૂંક સમયમાં સ્ટેચ્યુ મુકવામાં આવશે. જોકે આ સ્ટેચ્યુ અન્ય સ્ટેચ્યુથી અનોખું હશે. મેડમ તુસાદના બધાં જ મ્યુઝિયમમાં જાણીતી હસ્તીઓનાં મીણના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે જે અસલ વ્યક્તિ જેવા જ લાગે છે, પણ અનુષ્કાના સ્ટેચ્યુમાં એક ખાસ ફિચર સામેલ કરવામાં આવ્યું છે. અનુષ્કાનું આ સ્ટેચ્યુ બોલી પણ શકશે. અભિનેત્રીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને મ્યુઝિયમે આ નિર્ણય લીધો છે.


comments powered by Disqus