૩૦૦ કિ.મી. પગપાળા ચાલીને મિલિંદે અંકિતા સાથે ફરી લગ્ન કર્યાં

Saturday 21st July 2018 07:16 EDT
 
 

મિલિંદ સોમણ અને અંકિતા કંવરે ફરીથી લગ્ન કર્યાં છે. આ વખતે બન્નેના લગ્ન ભારતથી બહાર સેન્ટિયાગોમાં થયાં હતાં. મિલિંદે ૩૦૦ કિ.મી. પગપાળા ચાલ્યા બાદ સેન્ટિયાગોમાં અંકિતા સાથે લગ્ન કર્યા હતાં. મિલિંદ અને અંકિતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લગ્નના ફોટા શેર કરતાં લખ્યું હતું કે જંગલમાં વહેતા ઝરણા વચ્ચે લગ્ન કરવાનું સપનું સાકાર થયું. મિલિંદ-અંકિતાના બીજી વખત થયેલા લગ્નમાં બન્નેનો પરિવાર હાજર હતો. બન્નેએ ખ્રિસ્તી વેડિંગ ડ્રેસમાં લગ્ન કર્યાં હતાં.


comments powered by Disqus