‘માસ્ટર શેફ’ શોમાં કેમિલાએ લસણના ઉપયોગનો ઈન્કાર કર્યો

Monday 16th July 2018 05:39 EDT
 
 

લંડનઃ દર વર્ષે યોજાતા સેંકડો જાહેર કાર્યક્રમોમાં પ્રિન્સ ઓફ વેલ્સ અને ડચેસ ઓફ કોર્નવોલે લગભગ દરેક પ્રકારની કેનેપીનો સ્વાદ માણ્યો હશે. જોકે, એક વસ્તુ પ્રત્યે તેમને ભારે અણગમો છે, અને તે છે લસણ. ‘માસ્ટર શેફ’ના ઓસ્ટ્રેલિયન રૂપાંતરણના સ્પેશિયલ એપિસોડમાં હાજર રહેલા ડચેસે જણાવ્યું હતું કે તેઓ લસણ ખાતા નથી કારણ કે તેનાથી મોંમાંથી દુર્ગંધ બહુ આવે છે અને તેમને દરરોજ સાંજે ઘણાં લોકોને મળવાનું હોય છે. ડચેસે જણાવ્યું હતું કે પ્રિન્સને ચીઝ બહુ જ ભાવે છે. તેમાંથી બનતી દરેક વાનગી તેમને ગમે છે. ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં પ્રસારિત થયેલા આ એપિસોડનું યુકેમાં થોડા મહિના બાદ પ્રસારણ થશે.


comments powered by Disqus