ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશને જાણીતા ફિલ્મમેકર સાજિદ ખાનને એક વર્ષ માટે સંગઠનના સભ્યપદેથી સસ્પેન્ડ કર્યો છે. થોડા સમય પહેલાં સાજિદ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અભિનેત્રી રશેલ વ્હાઇટ, આસિસ્ટન્ટ ડિરેક્ટર સલોની ચોપરા તેમજ જર્નાલિસ્ટ કરિશ્મા ઉપાધ્યાયે સાજિદની વિરુદ્ધ જાતીય સતામણી કર્યાના આક્ષેપો કર્યા હતા. ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશને એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, ‘કમિટીએ તમામ ફરિયાદોની તપાસ કરી છે. ફરિયાદોમાં સાજિદ ખાન સામે સત્તાનો દુરુપયોગ કર્યાના તેમજ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા.’ એસોસિએશને એમ પણ જણાવ્યું હતું કે, પોતાનો બચાવ કરવાની તક આપવામાં આવી હોવા છતાં સાજિદે કોઈ ખુલાસો આપ્યો નથી.

