અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન અમદાવાદની મુલાકાતે

Wednesday 19th December 2018 05:13 EST
 
 

અમદાવાદઃ અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન અને પૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનનાં પત્ની હિલેરી ક્લિન્ટન ૧૧મીએ અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેમણે ‘સેવા’ સંસ્થા અને તેના સંચાલક ઇલાબહેન ભટ્ટના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. હિલેરી ક્લિન્ટનની અમદાવાદની મુલાકાતથી વિવિધ તંત્રો દોડતા થઇ ગયા હતા. એરપોર્ટથી જ તેમને સખત સુરક્ષા વ્યવસ્થા પૂરી પડાઈ હતી. મુકેશ અંબાણીની પુત્રી ઇશાની પ્રિ-વેડીંગ સેરેમનીમાં ભાગ લેવા હિલેરી ઉદયપુર પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ અમદાવાદ આવ્યા હતા.


    comments powered by Disqus