પરિણીતી ચોપરા ચરિત દેસાઈના પણ ઢોલ ઢબુકશે?

Wednesday 19th December 2018 05:41 EST
 
 

પ્રિયંકા ચોપરાની પિતરાઈ પરિણીતી ચોપરા પણ હવે લગ્ન કરવાના મૂડમાં હોય એવા સમાચાર છે. પરિણીતીનું નામ ફિલ્મજગત સાથે સંકળાયેલા અને ગુજરાતી કવિ શોભિત દેસાઈના દીકરા ચરિત દેસાઈ સાથે જોડાયું છે. આ બંનેએ ઘણી જાહેરખબરો માટે સાથે કામ કર્યું છે. જોકે આ વાતનું બંને તરફથી સત્તાવાર સમર્થન આવ્યું નથી. પરિણીતીનો બોયફ્રેન્ડ ચરિત દેસાઈ યશરાજ ફિલ્મ્સ અને ધર્મા પ્રોડ્કશન માટે કામ કરી રહ્યો છે. તેણે ‘ઓ હમસફર’ નામના એક ગીતનું પણ દિગ્દર્શન કર્યું છે. હૃતિક રોશનની ‘અગ્નિપથ’માં તે સહાયક દિગ્દર્શક રહી ચૂક્યો છે. પરિણીતી અને ચરિત સંબંઘો ઘણા જૂના છે. સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે પ્રિયંકાના લગ્ન બાદ પરિવાજનો પરિણીતી પણ લગ્ન કરી લે તેવું ઈચ્છી રહ્યા છે.


comments powered by Disqus