રણબીરે ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં આલિયાને એડ કરી?

Wednesday 19th December 2018 05:42 EST
 
 

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જલદી લગ્નની જાહેરાત કરે તો નવાઈ નહીં કારણ કે  રણબીરે તાજેતરમાં આલિયાને તેના ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં એડ કરી હોવાના એંધાણ છે. ઉલ્લેખનીય છે કે રણબીરની ફેમિલી પણ આલિયાને ખૂબ જ પસંદ કરે છે અને આલિયા પણ તેમની સાથે સમય પસાર કરતી ઘણી વાર જોવા મળે છે. રણબીરે અત્યાર સુધી દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફને તેના ફેમિલી ગ્રુપમાં એડ નહોતી કરી, પરંતુ આલિયાને કરી છે. જેથી તેઓ પણ હવે બહુ જલદી લગ્ન કરશે એવું લાગી રહ્યું છે.


comments powered by Disqus