સ્વ. વિનોદ ખન્નાનાં પ્રથમ પત્ની ગીતાંજલિનું નિધન

Wednesday 19th December 2018 05:41 EST
 
 

દિવંગત અભિનેતા વિનોદ ખન્નાનાં પત્ની અને અભિનેતા અક્ષય ખન્નાનાં માતા ગીતાંજલિ ખન્નાનું ૭૦ વર્ષની વયે નિધન થયું છે. શ્વાસ લેવાની તકલીફને કારણે ગીતાંજલિને હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. અહેવાલ અનુસાર, ગીતાંજલિ દીકરા અક્ષયની સાથે માંડવામાં હતી. ૧૫મીએ તેમને શ્વાસ લેવાની તકલીફ થતાં અક્ષય અને રાહુલ ખન્ના તેમને અલીબાગમાં આવેલી હોસ્પિટલે લઇ ગયા હતા, પરંતુ ત્યાં સુધી મોડું થઇ ગયું હતું અને તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. ગીતાંજલિ અને વિનોદ ખન્નાએ ૧૯૭૧માં લગ્ન કર્યાં હતાં, પરંતુ ૧૯૮૫માં બંનેએ છુટાછેડા લીધા હતા.


comments powered by Disqus