બોલિવૂડમાં હોરર ફિલ્મો બનાવવામાં સિક્કો પાડનારા દિગ્દર્શક તુલસી રામસેનું ૧૫મીએ મુંબઈમાં નિધન થયું હતું. તેઓ ૭૭ વર્ષના હતા. સિત્તેર અને એંશીના દાયકામાં તેમણે ‘દો ગજ જમીન કે નીચે’, ‘દરવાજા’, ‘પુરાના મંદિર’, ‘વીરાના’ જેવી હોરર ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. તુલસી રામસેને હૃદયમાં દુઃખાવો થવાથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા એવી માહિતી રામસે કુટુંબે આપી હતી. રામસે કુટુંબમાં સાત ભાઈઓમાંથી તુલસી એક હતા. બધા જ રામસે ભાઈઓ સાથે મળીને ફિલ્મનિર્માણનું કામ કરતા હતા. તેથી જ તેમની ફિલ્મો રામસે બ્રધર્સની ફિલ્મો તરીકે ઓળખાતી હતી. હોરર ફિલ્મ એટલે રામસે બ્રધર્સ એવી એક સમયે ઓળખ નિર્માણ થઈ હતી. રામસે બ્રધર્સની હોરર ફિલ્મો દર્શકોને ગમતી હતી અને ઘણી ફિલ્મો હિટ હતી.

