‘મન્ટો’ની પાકિસ્તાનમાં રિલીઝ અટકી

Wednesday 19th December 2018 05:44 EST
 
 

અભિનેત્રી દિગ્દર્શિકા નંદિતા દાસની ફિલ્મ ‘મંટો’ પાકિસ્તાનમાં રિલીઝ થશે નહીં. ‘મંટો’ના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને નંદિતા દાસ આ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહીં કરવામાં આવે તે વાતથી ભારે નારાજ છે. નંદિતા દાસની ફિલ્મ ‘મંટો’માં નવાઝુદ્દીન લેખક સઆદત હસન મંટોની ભૂમિકામાં છે. નંદિતા દાસે પાકિસ્તાનમાં ફિલ્મ રિલીઝ અંગેના વિવાદની જાહેરાત સોશિયલ મીડિયા પર કરીને તેની સામે નારાજગી દેખાડી હતી. નંદિતાએ એક આર્ટિકલમાં લખ્યું છે કે મને અહેવાલ મળ્યા છે કે ‘મંટો’ને પાકિસ્તાન સેન્સર બોર્ડે પાસ નથી કરી. તેના માટે કારણ આપવામાં આવ્યું છે કે ફિલ્મ વિભાજનના વિરોધમાં છે અને તેના કેટલાક દૃશ્યો પણ આપત્તિજનક છે મને આ વાતથી ઘણું દુઃખ છે.


comments powered by Disqus