દિશા પટણી ટાઈગર શ્રોફ: હમ સાથ સાથ નહીં હૈ!

Wednesday 19th September 2018 07:14 EDT
 
 

ટાઇગર શ્રોફ અને દિશા પટાણીના સંબંધો જગજાહેર છે. બન્ને લાંબા સમયથી રિલેશનશિપમાં છે અને પોતાના સંબંધોને છુપાવામાં માગતા નથી, પરંતુ હવે આ મિત્રો વચ્ચે કડવાશ ઉદભવી હોવાની ચર્ચા છે. જેના પરિણામે આ યુગલ એકબીજાથી છુટા પડે તેવી શક્યતા છે.
કહેવાય છે કે, હાલ ‘ટાઈગર સ્ટુડન્ટ ઓફ ધ ઇયર નું શૂટિંગ તારા સુતરિયા સાથે કરી રહ્યો છે. હવે સેટ પર ટાઇગર અને તારા એકબીજાની નજીક આવી ગયા હોવાની ચર્ચા છે. આ વાત દિશાના કાન સુધી પહોંચી છે અને તેણે પોતાના ગાઢ મિત્રને છોડવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.
અત્યાર સુધી ટાઇગર અને દિશા મીડિયા માટે એક પરફેક્ટ કપલ હતું. આ જોડીએ ‘બાગી ૨’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ અને ‘બેફિકરો’ જેવું સુપરહિટ ગીત પણ સાથે કર્યું છે. જે દર્શકોને પસંદ પડયું છે. જોકે છુટા પડવા બાબતે ટાઇગર કે દિશાએ કોઇ વાત કરી નથી. કહેવાય છે કે, દિશા પણ હવે નવો પાર્ટનર શોધી રહી છે.


comments powered by Disqus