દેશમાં ગાંજો લિગલ કરવાની ઉદયની ટ્વિટઃ પોલીસે રોકડું પરખાવ્યું

Wednesday 19th September 2018 07:15 EDT
 
 

ઉદય ચોપરાએ તાજેતરમાં ટ્વિટ કર્યું કે, મને લાગે છે કે દેશમાં મારિજુઆના (ગાંજા)ને લિગલ કરવો જોઈએ. તે આપણી સંસ્કૃતિનો હિસ્સો છે. તેને લિગલ કરીને તેના પર ટેક્સ લાદવાથી આવકનો મોટો સ્ત્રોત થશે. વળી, ગાંજામાં ઘણા ફાયદા છે. હું તેનું સેવન નથી કરતો પણ મને લાગે છે કે તેને લિગલ કરવો સમજદારીભર્યું હશે. એ પછી મુંબઈ પોલીસે ઉદયની ટ્વિટને રિટ્વિટ કરીને જણાવ્યું કે, સર, ભારતના નાગરિક તરીકે તમને જાહેરમાં   વિચારો રજૂ કરવાનો હક છે, પણ ગાંજાના સેવન, સંગ્રહ અને સપ્લાય બદલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સીસ એક્ટ હેઠળ મોટી સજાની જોગવાઈ પણ છે. 


comments powered by Disqus